કાર્યવાહી:રળીયાતી ભુરા ગામેથી દારૂની 3120 બોટલ સાથે 1 ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને મોબાઇલ મળી 3,28,100નો મુદ્દામાલ જપ્ત
  • પોલીસને જોઇ ફરાર થતાં ચાકલીયા પોલીસમાં ગુનો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામેથી એક મકાનમાંથી રૂા.3,27,600ના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક પોલીસને જાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. ચાકલીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ મથકના પી.એસ.આઇ. તથા સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. ત્યારે રળીયાતી ભુરા ગામના હોળી ફળિયામાં રહેતા રસુ નાથુ બારીયા અને રાજેશ મીકલ બારીયાના એક રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેપરો કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઓચિંતો છાપો મારતાં રસુને 3120 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 3,27,600 રૂપિયાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે મીકલ બારીયા પોલીસને જોઇ નાસી જવામાં સફળ રહ્યો હતો. જથ્થો તથા એક મોબાઇલ મળી કુલ 3,28,100નો મુદ્દામાલ સાથે ઝડપાયેલા રસુ નાથુ બારીયા તથા ફરાર થયેલા મીકલ બારીયા વિરૂદ્ધ ચાકલીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...