અકસ્માત:છાયણમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 1નું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે યુવકો બાઇક ઉપરથી ફંગોળાઇ જતાં ઘાયલ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપરથી ફંગોળાયેલા બે ઘાયલ થયા હતા. જેમાં ગંભીર ઇજાઓ થતાં ચાલકનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. અકસ્માત કરી નાસી ગયેલા અજાણ્યા બાઇક ચાલક સામે લીમડી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાટકા ગામના કલ્પેશભાઇ મેદુભાઇ ભુરીયા તથા ચેતનાભાઇ તેરસીંગભાઇ ભુરીયા મોટર સાયકલ લઇને બુધવારના રોજ રાત્રે છાયણ ગામે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન જીજે-20-એએમ-6369 નંબરની મોટર સાયકલના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કલ્પેશ ભુરીયાની બાઇક સાથે ટક્કર મારી અકસ્માત કરી નાસી ગયો હતો.

અકસ્માત સર્જાતા કલ્પેશ તથા ચેતન બન્ને બાઇક ઉપરથી ફંગોળાઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ચેતન તથા કલ્પેશને સારવાર માટે લઇ ખસેડાયા હતા પરંતુ ગંભીર રૂપે ઘાયલ થયેલા કલ્પે્શ ભુરીયાાનું સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે મેદુભાઇ ભુરીયાએ અકસ્માત કરી નાસી ગયેલા બાઇક ચાલક વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...