અકસ્માત:સાઇડમાં ઉભેલી ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક ભટકાતાં 1નું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું, એકને દાહોદ ખસેડાયો

મોટીઢઢેલીનો મિનેષભાઇ પારગી તથા છોકરો અલ્પેશભાઇ પરગી તથા ચેતનભાઇ વાલસીંગભાઇ પારગી ત્રણે જણા તેનની જીજે-9-આર-6523 નંબરની મોટર સાયકલ ઉપર અલ્પેશની સાસરીમાં જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન ડબલારા ગામે મોટર સાયકલ ચલાવતાં ચેતનને મોડી સાંજના અંધારામાં રોડની સાઇડમાં એક ટ્રેક્ટરની ટ્રોલી ઉભેલી ન જોવાતા અચાનક ટ્રોલીની પાછળ ધડાકા સાથે અથવાડી અકસ્માત સર્જાતા મિનેષ મોટર સાયકલ ઉપરથી દુર ફેકાઇ ગયો હતો.

જ્યારે ચેતન તથા અલ્પેશને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં રોડ ઉપર પડી ગયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુમાંથી લોકો દોડી આવી હતા અને 108ને બોલાવી ઇજાગ્રસ્ત ચેતન તથા અલ્પેશને સુખસર સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા પરંતુ અલ્પેશનું સારવાર મળે તે પૂર્વે જ રસ્તામાં મોત નિપજ્યું હતું. જ્યાં હાજર ડોક્ટરે તપાસ કરતાં અલ્પેશનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ચેતનને વધુ સારવાર માટે દાહોદ સરકારી દવાખાનામાં રીફર કર્યો હતો. અકસ્માત સંદર્ભે મિનેષભાઇ નવલાભાઇ પારગીએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...