અકસ્માત:કાળીતળાઇમાં 2 બાઇક સામસામે ભટકાતાં 1 મોત, ટક્કર મારનાર બાઇકસવાર દંપતી પણ ઘાયલ

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ શહેર નજીક ગોધરા હાઇવે ઉપર બે બાઇક સામસામે અથડાતાં તેમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે સામી બાઇક ઉપર સવાર દંપતી પણ ઘાયલ થયુ હતું. દાહોદ તાલુકાના ખજુરી ગામમાં રહેતાં નીતેશભાઇ બાઇક લઇને ઘરે જઇ રહ્યા હતાં. ત્યારે બાઇકને પુરપાટ ચલાવીને લાવતાં નગરાળાના રાજેન્દ્ર બાલુ રાવતે નીતેશભાઇની બાઇકને ટક્કર મારતા નીતેશભાઇ, રાજેન્દ્રભાઇ અને તેમના પત્ની સંગીતાબેનને દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

રાજેન્દ્રને ડાબી આંખ, જમણા હાથ અને આંગળી ઉપર ઇજા થઇ હતી અને તેમની પાછળ બેઠેલા પત્ની સંગીતાબેનને માથે, મોઢે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે નીતેશભાઇને માથામાં જ્યારે ડાબા હાથે ઇજા થઇ હતી. માથાની ઇજાને કારણે નીતેશભાઇનું સારવાર દરમિયાન મોત થઇ જતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે તેમના ભાઇ બચુભાઇ મકવાણાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...