તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામના અલ્કેશભાઇ રાયસીંગભાઇ કિશોરી તથા તેના કાકા મહેશભાઇ કાળુભાઇ જીજે-13-એટી-6266 નંબરની પીકઅપ ગાડીમાં લીમડીથી શાકભાજી ભરી ઝાલોદ વેચવા માટે ગયા હતા.
શાકભાજી વેચી સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં પરત ઘરે આવવા ઝાલોદથી નિકળ્યા હતા. તે દરમિયાન સાંપોઇ ગામ આગળ લીમડી તરફથી આવતા એમપી-09-જીજી-9908 નંબરના આઇસર ટેમ્પો ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી રોંગ સાઇડમાં લાવી અલ્કેશભાઇની પીકઅપ ગાડીને ખાલી સાઇડ ટક્કર વાગતાં અડધી પલ્ટી ખાઇ ગયેલ ગાડીમાંથી તેના કાકા મહેશભાઇ રોડ ઉપર ફેંકાઇ જતાં જમણા પગે સાથળથી ઉપરના ભાગે તથા બરડાના ભાગે અને મોઢા ઉપર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા લીમડી સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે અલ્કેશભાઇ રાયસીંગભાઇ કિશોરીએ ટેમ્પો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.