મહિલા કર્મચારી ફરજ બજાવશે‎:લીમખેડા વિધાનસભાના 7 બૂથમાં મહિલા કર્મચારી ફરજ બજાવશે

લીમખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા વ્યવસ્થાની ફરજ પણ મહિલા પોલીસ કર્મચારી બજાવશે
  • માસ્ટર ટ્રેનર દ્વારા 50 મહિલા કર્મચારીઓને ચૂંટણી કામગીરીની તાલીમ

આગામી 5મી ડિસેમ્બરના રોજ લીમખેડા વિધાનસભાના કુલ 256 બુથમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાનાર છે.જે પૈકીના 7 બુથમાં ચૂંટણી તંત્ર દ્વારા ફક્ત મહિલા કર્મચારીઓ દ્વારા ફરજ બજાવવામાં આવે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તે 7 બૂથમાં સુરક્ષા વ્યવસ્થાની ફરજ પણ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા જ બજાવવામાં આવશે.લીમખેડા વિધાનસભા ચૂંટણી તંત્ર દ્વારા બુધવારે 50 જેટલી મહિલા કર્મચારીઓને પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પટાવાળા સહિતની ફરજ માટે ચૂંટણી તંત્ર દ્વારા નિયુક્ત થયેલા સંજય રાઠોડ,જસવંત જાટવા સહિતના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

131, લીમખેડા વિધાનસભા મતવિસ્તારના 7 બૂથમાં 28 મહિલા કર્મચારી મતદાન સ્ટાફ તરીકે તથા 22 મહિલા કર્મચારી રિઝર્વ સ્ટાફ તરીકે તાલીમબધ્ધ કરવામાં આવી હોવાનું ચૂંટણી અધિકારી રાજ સુથારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...