વિવાદ:તારી જમીન અમારા નામે કેમ નથી કરતો કહી હૂમલો

લીમખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લીમખેડાના મોટીબાંડીબાર ગામે બનેલો બનાવ

દાહોદ જિલ્લાના લી મખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામના સોમાભાઈ પટેલે ત્રણ વર્ષ પહેલા તેમની જમીન ગામના ગોવિંદ માનસિંગ પટેલને 3,21,000માં વેચાણ કરી હતી. જે બદલ ગોવિંદભાઇ પટેલે સોમાભાઈને 75 હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ બાકીના રૂપિયા આપવાના બાકી હતા. તેમ છતાં પણ ગોવિંદ પટેલ અવાર નવાર જમીન નામે કરી આપવા માટે સોમાભાઈ પટેલ સાથે બોલાચાલી કરી તકરાર કરતો હતો.

સોમવારે બપોરના સમયે મોટી બાંડીબાર સરકારી દવાખાના પાસે ગોવિંદ પટેલ અરવિંદભાઈ પટેલ લગડો પટેલ તથા અન્ય એક સહિત ચારેયે ભેગા મળી સોમાભાઈ પટેલને તું તારી જમીન અમારા નામે કેમ કરતો નથી તેવું જણાવી મારામારી કરવા લાગ્યા હતા. તે સમયે આજુબાજુના રહીશોએ સોમાભાઈ પટેલને વધુ મારથી છોડાવ્યા હતા.ત્યારે ચારેય જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી નાસી ગયા હતા.બનાવ સંદર્ભે સોમાભાઈ પટેલે ચારેય વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...