વિવાદ:‘ભાણેજ છોકરીના નિકાલના રૂપિયા તમે કેમ આપ્યા’ કહી એક સાથે તકરાર

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્ર અને પુત્રવધૂએ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા : હુમલાખોર સામે ગુનો

લીમખેડામાં અમારી ભાણેજ છોકરીના નિકાલના રૂપિયા કેમ તમે આપ્યા કહી ગામના જ એક યુવકે તકરાર કરી મારામારી કરતાં જેતપુર (દુ)ના ઇજાગ્રસ્ત બેભાન અવસ્થામાં થતાં તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા. હુમલાખોર સામે લીમખેડા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર (દુ) આમલી ફળિયામાં રહેતા ગીરીશભાઇ જશુભાઇ ભરવાડ તેના છોકરાની સારવાર કરાવવા માટે લીમખેડા ડો. શર્માના દવાખાને લઇ ગયા હતા. ત્યાં ગીરીશભાઇના પિતા જશુભાઇ પણ હાજર હતા.

તે દરમિયાન તેમના ગામમાં જ નવા ફળિયામાં રહેતો જયેશભાઇ ખીમાભાઇ ભરવાડ દવાખાને આવી જશુભાઇને કહેવા લાગેલ કે તમે અમારી ભાણેજ છોકરીના નિકાલના પૈસા તમો ઉકરડી વાળાને કેમ આપેલ છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ જશુભાઇને ગડદાપાટુનો માર મારી નીચે પાડી શરીરે લાતો મારી તેમજ મોઢાના ભાગે અને કાને જોરથી મુક્કા મારવા લાગ્યો હતો. આ દરમિયાન ગીરીશ તથા તેની પત્નીએ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા. ત્યાર બાદ જયેશભાઇ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી ગયો હતો.

ઇજાગ્રસ્ત જશુભાઇ બેભાન અવસ્થામાં થતાં તાત્કાલિક લીમખેડા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ મારામારી મુદ્દે ગીરીશભાઇ જશુભાઇ ભરવાડે હુમલાખોર વિરૂદ્ધ લીમખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...