કામગીરી:કારમાં હેરાફેરી માટે નીકળેલા 2 યુવકો રૂ.55 હજારના દારૂ સાથે ઝડપાઇ ગયા

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગલાવાણીના બે યુવકો વિરુદ્ધ લીમખેડા પોલીસમાં ગુનો

ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર દાભડા ગામેથી કારમાં હેરાફેરી માટે નિકળેલા અલીરાજપુરના બે યુવકોને 55 હજારના દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જથ્થો તથા કાર મળી કુલ 1,05,032 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી લીમખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. લીમખેડા ડીવાયએસપી આર.બી. દેવધાએ દારૂ જુગારની પ્રવૃતિ પર વોચ રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને લીમખેડા પીઆઇ એમ.જી. ડામોર તથા પોસઇ એન.એફ. બારીઆ તથા સ્ટાફ પેટ્રોર્લીંગમાં હતા. તે દરમિયાન દાહોદથી જીજે-06-એચએલ-8860 નંબરની ગાડીમાં બે વ્યક્તિ દારૂની બોટલો ભરીને લીમખેડા તરફ આવે છે.

જે આધારે દાભડા ગામે હાઇવે પર ગાડીની વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબની ગાડી આવતા તેને ઉભી રખાવી ગાડીમાં બેસેલા બે વ્યક્તિઓની પુછપરછ કરતાં તેઓનું નામ અલીરાજપુરના સેજાવાડા તાલુકાના ડુંગલાવાણી ગામના સંજય દલસીંહ બિલવાળ, માજુ હિમચંન્દ્ર બિલવાળ જણાવ્યું હતું. તેઓની ગાડીમાં તપાસ કરતાં 55,032 રૂપિાયની ઇંગ્લિશ દારૂની કાચની બોટલો નંગ-60 ની મળી આવી હતી. જથ્થો તથા નેનો ગાડી મળી કુલ 1,05,032 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ લીમખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...