સજા:સીમલાધસીના બે ને સદોષ માનવ વધના ગુનામાં 10 વર્ષની કેદની સજા

લીમખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના શેઢા ફરતે ઈલેક્ટ્રીક વીજ કરંટ પ્રસરાવતા બેના મોત નિપજ્યા હતા

દેવગઢ બારિયા તાલુકાના સીમલાધસી ગામના નટુ શંકરભાઈ બારીયા તથા મોહન મોતીભાઈ બારીયાએ પોતાની માલિકીના મકાઈ વાળા ખેતરમાં ગત 17 મી ઓગષ્ટ 2017 ના રોજ ખેતરના શેઢા ફરતે ઈલેક્ટ્રીક વાયર ગોઠવી વીજ પ્રવાહ ચાલુ કરી ખુલ્લા વાયરો ગોઠવ્યા હતા.તે દરમિયાન સાંજના સમયે ગામમાં રહેતા જયમીન બળવંતભાઈ બારીયા તથા ધીરાભાઈ માસુખભાઈ બારીયા પોતાના ખેતર તરફ જતા સમયે વીજ પ્રવાહવાળા ખુલ્લા વાયરોના કરંટથી ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા.

ખેતરના શેઢા ફરતે વીજ પ્રવાહના ખુલ્લા વાયરો ગોઠવવાથી કોઈ પણ માણસ કે પશુનું મોત થઈ શકે છે તેવું જાણતા હોવા છતાં પણ નટુભાઈ બારીયા તથા મોહનભાઈ બારીયાએ ગંભીર ગુનો આચર્યો હતો. સાગટાળા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ IPC કલમ 304,114 મુજબ સદોષ માનવવધની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો.

પોલીસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ બાદ આ કેસ લીમખેડાના ત્રીજા એડિશનલ સેશન્સ જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલ્યો હતો.સરકારી વકીલ એસ.બી.ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઇ લીમખેડા કોર્ટે સીમલાઘસી ગામના નટુ શંકરભાઈ બારીયા તથા મોહન મોતીભાઈ બારીયાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સાદી કેદની સજા તથા એક લાખ રૂપિયાનો દંડ તેમજ પ્રત્યેક આરોપી દંડ નહીં ભરે તો વધુ 12 માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવતા લીમખેડા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...