અપહરણ:દાહોદ જિલ્લામાંથી વધુ બે તરુણીના અપહરણ

લીમખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચૈડીયાના યુવકે મિત્રની મદદથી અપહરણ કર્યુ

દાહોદ તાલુકાના તણસીયા ગામના વડલી ફળિયામાં રહેતો ઉદેસીંગ ગોરસીંગ ભાભોર તા. 24 ઓગસ્ટના રોજ રાત્રીના 8.30 વાગ્યાના મંડાવાવ ગામેથી એક 14 વર્ષ અને 5 મહિનાની તરૂણીને લલચાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ જતા તરૂણીના પિતાએે ઉદેસીંગ ભાભોર વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે લીમખેડા તાલુકાના ચૈડીયા ગામનો અજય કશના પલાસ તેના મિત્ર આઝાદ સમુ પલાસની મદદથી તા.3 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં જીજે-20-બીએ-0032 નંબરની બાઇક લઇને વલુન્ડી ગામેથી 15 વર્ષ અને 1 મહિનાની તરૂણીને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઇ જતા તરૂણીના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવતાં લીમખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...