તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:દુધીયાનગરમાં એક માસથી સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા નગરજનોને મુશ્કેલી

લીમખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
1 માસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી મુશ્કેલી પડે છે. - Divya Bhaskar
1 માસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી મુશ્કેલી પડે છે.
  • રાત્રિના સમયે અંધકારને કારણે પ્રા.શાળામાં તથા મસ્જિદ ફળિયામાં ચોરીના બનાવો નોંધાયા

લીમખેડા તાલુકાના દૂધિયા નગરના રહીશોને પર્યાપ્ત માત્રામાં સુખ સુવિધા મળી રહે તે માટે દાહોદના સાંસદ દ્વારા દુધિયા નગરને આદર્શ ગ્રામ તરીકે દત્તક લેવાયું છે. જે મુજબ વિવિઘ વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ પણ ફાળવી છે. તેમ છતાં પણ લીમખેડા તાલુકાના દૂધિયા નગરના રામજી મંદિર ફળિયા તથા મસ્જિદ મહોલ્લામાં છેલ્લા એક માસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે સમગ્ર વિસ્તાર રાત્રિના સમયમાં અંધકારમય બની રહે છે.જેના કારણે અંધકારનો લાભ લઇ તસ્કરોને પણ મોકળું મેદાન મળતું હોવાથી શાળા તથા રામજી મંદિર શેરી ફળિયામાં ચોરીના બનાવો પણ નોંધાયા છે.

આ ઉપરાંત ચોમાસાને કારણે રાત્રીના સમયે વરસાદ પડતો હોવાથી રાત-મધરાતે કોઈ જીવ જનાવર કરડવાનો ભય પણ રહે છે. દુધિયા નગરના કેટલાક રહીશો દ્વારા આ બાબતે પંચાયત સત્તાધીશોને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની મૌખિક ફરિયાદ કરી છે.પરંતુ સત્તાધીશોની નિષ્કાળજીને કારણે નગરજનોને વ્યાપક મુશ્કેલી વેઠવી પડે છે.રાત્રીના અંધકાર હોવાને કારણે ગ્રામજનોને ચોર તસ્કર ટોળકીના શિકારનો ભોગ બનવું પડે છે.ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરી નગરની બંધ સ્ટ્રીટલાઈટ સત્વરે ચાલુ થાય તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...