તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ફરિયાદને પગલે મનરેગા યોજનાના ગ્રામ રોજગાર સેવકોની બદલી

લીમખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 1 લી સપ્ટેમ્બરથી બદલીના સ્થળે હાજર થવાનો TDO દ્વારા

લીમખેડા તાલુકાના મનરેગા યોજનામાં ફરજ બજાવતાં ગ્રામ પંચાયતોના તમામ ગ્રામ રોજગાર સેવકોની લીમખેડા TDO દ્વારા તાત્કાલિક અસરથી બદલી કરી 1 સપ્ટેમ્બરથી બદલીવાળા સ્થળે હાજર થવાનો હુકમ ફરવામાં બનાવવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લીમખેડા તાલુકામાં સમાવિષ્ટ 63 જેટલી ગ્રામ પંચાયતોમાં 17 જેટલા ગ્રામ રોજગાર સેવકો મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવી રહ્યા છે.છેલ્લા કેટલાય સમયથી એકજ સેજા ઉપર ફરજ બજાવતાં મનરેગાના ગ્રામ રોજગાર સેવકો મનસ્વી વર્તન આચરી મનરેગા યોજનામાં મોટાપાયે ગેરરીતિ આચરતા હોવાની ફરિયાદ સ્થાનિક સત્તાધીશો તથા શ્રમિકોમાં ઉઠવા પામી હતી.

આ ઉપરાંત કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સરપંચોએ આ બાબતે સાંસદ જશવંતસિંહ ભાભોર ને પણ રજૂઆત કરી હતી.જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.શુક્રવારે લીમખેડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા લીમખેડા તાલુકાની તમામ 63 ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં 17 મનરેગા ગ્રામ સ્વરોજગાર સેવકોની અરસ પરસ બદલીનો હુકમ કરી 1 સપ્ટેમ્બરના રોજ બદલીવાળા સ્થળે હાજર થવાનો હુકમ ફરમાંવામાં આવ્યો હતો.

ગ્રામ રોજગાર સેવકોની વહીવટી સરળતા માટે બદલી કરવામાં આવી છે
લીમખેડા તાલુકાની તમામ 63 ગ્રામ પંચાયતમાં 17 જેટલા મનરેગા ગ્રામ રોજગાર સેવકો ફરજ બજાવે છે. તમામની વહીવટી સરળતા માટે બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. - એફ. વી. બારીયા, TDO

અન્ય સમાચારો પણ છે...