ધરપકડ:પરમારના ખાખરીયાના આધેડની હત્યામાં સંડોવાયેલા ત્રણ ઝડપાયા

લીમખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિપલોદ અંબા ખીરખાઇથી અલગ અલગ ઝડપાયા

પરમારના ખાખરીયા ગામના પંકેશ નિનામાએ ખીરખાઇની યુવતીનું અપહરણ કરતા યુવતીના પિતા સહિતના માણસો દ્વારા પંકેશના પિતા સુક્રમ નીનામાનું અપહરણ કર્યું હતું. અપહરણના બીજા દિવસે સવારે સુક્રમ નીનામાનો મૃતદેહ પરમારના ખાખરીયાની સીમમાંથી મળ્યો હતો. જેના અનુસંધાને ગાંધીનગરમાં મજૂરી કરતા મૃતકના પુત્ર નરેશ ખીરખાઈના સરપંચ તેમની પત્ની ટીનાબેન ડામોર મણિયા ડામોર મથુરીબેન ડામોર રયલા ડામોર પોપટ ડામોર સહિત છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ તથા હત્યાની કલમ મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

હત્યામાં સંડોવાયેલા તમામની ધરપકડ કરવા માટે લીમખેડા ના. પોલીસ અધિક્ષક આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.તે દરમિયાન મંગળવારે મણિયા નારસિંગ ડામોર ખીરખાઈમાંથી તથા રયલા મણિયા ડામોર પિપલોદમાંથી તેમજ પોપટ રાજુ ડામોર આંબા ગામેથી નાસતા ફરતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.લીમખેડા પોલીસે ત્રણેયની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...