અકસ્માત:એમ્બ્યુલન્સની ટક્કરે રિક્ષા પલટી ખાતાં ત્રણ ઘાયલ

લીમખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાહોદના ત્રણ યુવકો વડોદરા જતા હતા

ભીલવાડાના રમેશભાઇ ડામોરનો છોકરો વિશાલ તથા રોનક ગણાવા અને ચિન્ટુ દંતાણી તા.31 ડિસેમ્બરે સવારે રમેશની રીક્ષામાં વડોદરા કપડાની ખરીદી કરવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન પાલ્લી પાસે હાઇવે પર એમ્બ્યુલન્સના ચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલ્ટી હતી. જેમાં વિશાલને કપાળના ભાગે તેમજ શરીરે, રોકનભાઇને કપાળના ભાગે અને ચિન્ટુભાઇને કમ્મરના ભાગે તેમજ શરીરના ભાગે ઇજાઓ થઇ હતી.

તેમજ રીક્ષાની આગળ ચાલતી બાઇકને પણ અડફેટમાં લેતાં પ્રભાત તથા નાયકાને ઇજા પહોંચાડી હતી. તેમજ રીક્ષાને નુકસાન કરી એમ્બ્યુલન્સ લઇ ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે લીમખેડા સરકારી દવાકાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે રમેશભાઇ નાનુભાઇ ડામોરે એમ્બ્યુલન્સ ચાલક વિરૂદ્ધ લીમખેડા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...