કાળીયારાઇ જંગલમાં મધ્યરાત્રે ફરતી મળેલી અસ્થિર મગજની મહિલાને પોલીસ મથકે લાવીને પુછપરછ કરાતા તે રાજસ્થાનની નીકળી હતી. રણધિકપુર પોલીસના માનવિય અભિગમથી ત્રણ માસથી ગુમ મહિલાને પરિવારને સોંપી હતી.
રણધિકપુરના પીએસઆઇ ડી.જી વહોનિયા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન 23 મએ કાળિયારાઇના જંગલ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે જંગલ વિસ્તારમાં રસ્તા ઉપર તેમને એક મહિલા દયનિય હાલતમાં ફરતી જોવાઇ હતી. પુછપરછ કરતાં મહિલ અસ્થિર મગજની હોવાનું જણાયુ હતું. જંગલી જનાવરોનો ભય હોવાથી મહિલાને પોલીસ મથકે લાવીને શી ટીમના સભ્યોને સાથે રાખી પ્રેમ પૂર્વક પુછપરછ કરાઇ હતી. ત્યારે આ મહિલા રાજસ્થાનના મોનાડુંગરી ગામના વેલાભાઇ મોતીભાઇ ભાભોરની પત્નિ મેમલાબેન હોવાનુ જણાયુ હતું.
આ બાબતે ઝાલોદ પોલીસને જાણ કરાતા મોનાડુંગરીના સંરપંચના ભાઇ મોતીલાલ ડામોર સાથે વાત થઇ હતી.જેમાં મેમલાબેન છેલ્લા ત્રણ માસથી કોઇને કહ્યા વગર ક્યાંક જતાં રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસે તેમના પરિવારને રણધિકપુર બોલાવીને મહિલાનો કબજો સોંપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.