હાલાકી:દુધિયામાં બરોડા બેંકના મેનેજરના મનસ્વી વર્તનથી 50 ગામની પ્રજા પરેશાન

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેંકના મેનેજર દ્વારા ગરીબ ગ્રામ્ય વિસ્તારના સર્વજન અપમાનિત થાય તે ખૂબ જ દુઃખદ ઘટનાની વારંવાર રજૂઆત છતા કોઇ નિકાલ નહિ. - Divya Bhaskar
બેંકના મેનેજર દ્વારા ગરીબ ગ્રામ્ય વિસ્તારના સર્વજન અપમાનિત થાય તે ખૂબ જ દુઃખદ ઘટનાની વારંવાર રજૂઆત છતા કોઇ નિકાલ નહિ.
  • સવારના 5 વાગ્યાથી બપોર સુધી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો કતારમાં હોય છે

લીમખેડા તાલુકાના દુધિયા નગરમાં બેંક ઓફ બરોડા શાખામાં આજુબાજુના 50થી પણ વધુ ગામના નાગરિકો ગ્રાહક તરીકે બેન્કિંગ સેવા મેળવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દુધિયા બેંક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવતા તરુણ ગુપ્તા ગ્રાહકો સાથે ઉદ્ધત અને મનસ્વી વર્તન દાખવતા ગ્રામ્યના હજારો ગ્રાહકો અપમાનિત થઈ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.

વડીયા, ઘુમણી, હાથિયાવન, ઝેરજીતગઢ, ધાનપુરપાટડી, આતરસુંબા, ઉમેદપુરા, નાનામાળ, મોટામાળ, નાનીવાસવાણી, મોટીવાસવાણી સહિતના અનેક ગામડાના લોકો વહેલી સવારે 5 વાગ્યાથી દુધિયા બેંક ઓફ બરોડા શાખા આગળ લાંબી કતારો સાથે લાઈનમાં ગોઠવાઈ જાય છે. તેમ છતાં બપોર બાદ પણ આ ગ્રાહકોને નાણાં મેળવવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.

ગ્રાહકોને પડી રહેલી મુશકેલી બાબતે મેનેજરનો ઉદ્ધત જવાબ
દુધીયા બેંક ઓફ બરોડા શાખામાં સ્ટાફમાં એકમાત્ર મેનેજર હાજર હોવાથી ગ્રાહકોને પડતી મુશ્કેલી બાબતે મેનેજર તરુણ ગુપ્તાને ગ્રાહકોની તકલીફ બાબતે સવાલ પૂછતા તમે સ્ટાફ આપશે ? એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો.

ATM 10થી 4 વાગ્યા સુધી જ ઉપયોગી
દુધિયા નગરમાં બેંક ઓફ બરોડા શાખા દ્વારા ATM સુવિધા બેન્કની અંદર રાખી હોવાથી ગ્રાહકોને માત્ર સવારે 10 થી બપોરના 4 વાગ્યા સુધીજ નાણાં મળી રહે છે. ગ્રાહકોને મીની ATMમાં નાણાં ઉપાડવા
જતા 50થી 100 રૂપિયાનો ખર્ચ વેઠવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...