તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દીકરાની હત્યાની અદાવતે ઘુમણીમાં મકાનમાં તોડફોડ કરાઇ

લીમખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાથીયાવનના ચિભડીયા ફળિયામાં રહેતા ચકા પુંનીયાભાઇ કટારા કનુ રામા કટારા નાનું મથુર કટારા સહિતના લોકો હાથમાં લાકડીઓ સાથે લીમખેડાના ગુમણી ગામમાં રહેતા સળિયાભાઈ કડકિયાભાઈ માવિના ઘરે ધસી આવ્યા હતા.તમે અમારા છોકરાને મારી નાખેલ છે. તેમ કહી ઉશ્કેરાઈ લાકડીઓથી ઘરના તમામ નળીયા તોડી નાખી ઘરમાં મૂકી રાખેલ સામાન વેરવિખેર કરી મોટા પાયે નુકસાની કરી હતી.

ત્રણેયે પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ સંદર્ભે પિન્કીબેન માવીએ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...