પરમારના ખાખરીયા ગામની હત્યાની ચકચારી બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આરોપીને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યુ હતું. તેમજ ગુનામાં ઉપયોગ કરેલ એક્ટીવા તથા હથિયાર પણ જપ્ત કર્યા હતા. તેમજ હત્યાના સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ ટામે જુદી જુદી ટીમો બનાવી કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.
પરમારના ખાખરીયા ગામનો યુવક ખીરખાઈ ગામની યુવતીનું અપહરણ કરી ગયા બાદ ખીરખાઈ ગામના સરપંચ સરતનભાઈ ડામોર તેમની પત્નિ ટીનાબેન ડામોર સહિત છ વ્યક્તિઓ દ્વારા યુવકના પિતા સુકરમ નિનામાનું પરમારના ખાખરીયાથી અપહરણ કરી લાવી ખીરખાઈમાં માર મારી મોત નિપજાવી તેના મૃતદેહને પરમારના ખાખરીયાની સીમમાં નાખી દીધો હોવાની ઘટના પોલીસ ફરિયાદ બાદ પ્રકાશમાં આવી હતી.
લીમખેડા પોલીસે હત્યાના ચકચારી બનાવમાં ખીરખાઇ ગામના મણિયાભાઈ ડામોર, રયલાભાઈ ડામોર, પોપટભાઈ ડામોર સહિત 3ની ધરપકડ કરી 3 દિ’ના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ઝડપાયેલા ત્રણે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું. તેમજ આરોપીઓએ ગુનામાં ઉપયોગ કરેલ એકટીવા બાઈક તથા હથિયાર પણ પોલીસે જપ્ત કર્યા છે. લીમખેડા પોલીસ દ્વારા હત્યા પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવી કોમ્બિંગ કરાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.