તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ફૂલપરી ઘાટામાં બસ પાછી પડતાં બસમાંથી ફંગોળાયેલા યુવાનનું મોત

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, મુસાફરોમાં ભય

લીમખેડા તાલુકાના ફુલપરી ઘાટામાં એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પાછી પડી હતી. પુરગતીમાં બસ રીવર્સમાં દોડતા બસમાં બેઠેલા મુસાફરોમાં અફડાતફડી મચી હતી.બસની બારીમાંથી ફંગોળાયેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગોધરાથી ઝાલોદ તરફ જતી જીજે-18-Z-2717 નંબરની એસટી બસનો ચાલક લીમખેડા તાલુકાના ફુલપરી ઘાટામાં પુરઝડપે હંકારી જઈ રહ્યો હતો.તે દરમિયાન ઘાટામાં બસના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ પાછી પડી હતી.

ઢાળમાં બસ રિવર્સમાં દોડતા બસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ સાથે અફડાતફડી મચી જવા પામી હતી.બંને બાજુ ઝોલા ખાતી બસ પલટી ખાઈ જશે તેવા ભયથી કેટલાક મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બસની બારી તથા દરવાજામાંથી કુદવાની કોશિશ કરવા લાગ્યા હતા.જેમાં સીંગવડ તાલુકાના હીરાપુર ગામ નો નિકુંજ સુરેશભાઈ કિશોરી દરવાજામાંથી કૂદી પડતા તેને ડાબા હાથના કાંડામાં ઇજા થઇ હતી. દરમિયાન બસ રસ્તાની બાજુમાં લાગેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

ત્યારે બસમાં બેઠેલા ઝાલોદ તાલુકાના થેરકા ગામનો 26 વર્ષીય યુવાન પ્રગ્નેશ સુરસીંગભાઈ ડામોર તથા ધાનપુર તાલુકાના કોઠારીયા ગામની ભાનુબેન સબુરભાઇ હઠીલા બસની બારીમાંથી ફંગોળાયા હતા અને બસ તથા લોખંડની રેલિંગ વચ્ચે દબાયા હતા. જેમાં પ્રગ્નેશ ડામોરનુ મોત નીપજ્યું હતું. ક્યારે ભાનુબેન હઠીલાને માથામાં તથા મોઢાના ભાગે ઇજા થઇ હતી. લીમખેડા પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...