ઉજવણી:યુવાનોને અગ્નિવીર યોજનામાં જોડાવા કુલપતિએ આહ્વાન કર્યું

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી યોજાઇ

આર્ટસ કોલેજ લીમખેડામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણ તથા યુનિવર્સિટીના કાઉન્સિલર ડો. કુલદીપસિંહજી સોલંકીની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી યોજાઇ હતી. વિદ્યાર્થી ભાઇ-બહેનોને કુલપતિ ડો.પ્રતાપસિંહજી ચૌહાણે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અગ્નિવીર યોજના નવયુવાનો માટે આશીર્વાદ સમાન છે.દાહોદ તથા પંચમહાલ જિલ્લાના ખડતલ નવયુવાનોને અગ્નિવીર યોજનામાં તાલીમ સાથે જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.કુલપતિના પ્રેરક ઉદબોધનથી કોલેજના યુવાનોમાં ભારે ઉત્સાહ છવાયો હતો.કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ ઇન્ચાર્જ આચાર્ય જયંતીભાઈ પરમાર અશ્વિનભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...