આપઘાત:લીમખેડા તા.માં યુવક અને આધેડ મહિલાનો આપઘાત

લીમખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી
  • ​​​​​​​લીમખેડા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો

લીમખેડાના કથોલીયા ગામની 45 વર્ષીય આધેડ મહિલાએ તથા મોટા માળના 25 વર્ષિય યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લીમખેડા તાલુકાના કથોલીયા ગામના મકવાણ ફળીયામાં રહેતી 45 વર્ષીય લીલાબેન કમલેશભાઈ રૂપસીંગભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું.

મોટામાળ ગામના હઠીલા ફળિયામાં રહેતો 25 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં મોભના સરાના લાકડા સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ મોત વ્હાલુ કરી લીધુ હતું. આ સંબંધે લીમખેડા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...