ચોરી:ગઠિયાએ ચાલુ બેંકે થેલી કાપી મહિલાના 49 હજાર સેરવ્યા, સ્ટાફ - ગ્રાહકોની હાજરીમાં હાથફેરો કર્યો

લીમખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડાની એસબીઆઇમાં ધોળેદહાડે ચોરી

સીંગવડ તાલુકાના મોટા આંબલીયા મુકામે રહેતી અને આસામ રાજ્યમાં CRPFમાં ફરજ બજાવતા નાનસિંગભાઈ મછારની પત્ની ભારતીબેન ગત 27મી ઓકટો.ના રોજ પોતાના ભત્રીજા સાથે લીમખેડાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં પૈસા ઉપાડવા આવી હતી. ભારતીબેને વિડ્રોલ ફોર્મ ભરી 49 હજાર રૂપિયા બેન્કમાંથી ઉપાડી પોતાના પાસેની થેલીમાં મુક્યા હતા.ત્યારબાદ પોતાના પુત્ર અક્ષયના ખાતામાં 10 હજાર રૂપિયા ભરવાના હોવાથી બેન્કના કર્મચારી પાસે ભારતીબેને પાવતી ભરાવી રૂપિયા ભરવા માટે થેલીમાં તપાસ કરતા થેલી કપાયેલી જોવા મળી હતી.

તેમજ થેલીમાંથી 49 હજાર રૂપિયા પણ ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. ભારતીબેને બનાવની જાણ બૅન્કના મેનેજરને કરી પોતાના ઘરે જઇ આસામમાં ફરજ બજાવતા પતિને બનાવની જાણ કરતાં પોલીસ ફરિયાદ કર્યાનું જણાવતા ભારતીબેને અજાણ્યા ચોર વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...