તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે : જશવંતસિંહ ભાભોર

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીમખેડા તથા સિંગવડ તાલુકાના આદિજાતિ ખેડૂતોને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતર બિયારણ સહાયના કિટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
લીમખેડા તથા સિંગવડ તાલુકાના આદિજાતિ ખેડૂતોને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતર બિયારણ સહાયના કિટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા.
  • લીમખેડામાં આદિજાતિ ખેડૂતોને ખાતર બિયારણ કિટના વિતરણનો કાર્યક્રમ
  • લીમખેડા-સીંગવડ તાલુકાના 4000 ખેડૂતોને ખાતર બિયારણ સહાયની કિટ્સ વિતરણ કરાશે

વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તથા તેમની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેવા હેતુથી કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત વર્ષ 2021-22 માં દાહોદ જિલ્લાના કુલ 35,000 જેટલા આદિજાતિ ખેડૂતોને માત્ર 250 રૂપિયાના લોકફાળાથી 1957 રૂપિયાની સહાયનું ખાતર બિયારણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં દાહોદ જિલ્લામાં કુલ 6.84 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેના ભાગરૂપે લીમખેડા તથા સિંગવડ તાલુકાના કુલ 4000 આદિજાતિ ખેડૂતોને 45 કિલો ગ્રામ યુરીયા 50 કિલોગ્રામ ઓર્ગેનિક મેન્યુઅલ 4 કિલો ગ્રામ મકાઈનું ઉત્તમ બિયારણ સહિતની કીટ લીમખેડા માર્કેટયાર્ડ કમિટીના સભાખંડમાં દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કિટ્સ વિતરણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શરમાબેન મુનિયા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...