દારૂની હેરાફેરી:મજૂરીએ જવાનો ડોળ કરી વાહનની રાહ જોતી છ મહિલા દારૂના જથ્થા સાથે પકડાઇ

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ પાસેથી 1,17,150 રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો

લીમખેડા અને આસપાસના વિસ્તારમાં દારૂના જથ્થા સાથે મહિલાઓ હોવાની બાતમીના આધારે ફરી વળેલી લીમખેડા પોલીસે જુદા-જુદા ચાર સ્થળેથી છ મહિલાઓને 1.17 લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી હતી. આ મહિલાઓ મજુરીએ જવાનો ડોળ કરીને પોટલાઓમાં દારૂના જથ્થાની હેરાફેરી કરવા માટે વાહનની રાહ જોતી પકડાઇ હતી.

ઉચવાણિયાની 21 વર્ષિય સુરેખાબેન ગુલાભાઇ દેવધા ઢઢેલા ગામે સાંજના મીણીયાના પોટલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભી હતી. ત્યારે પોલીસની તપાસમાં તેની પાસેના પોટલામાંથી 31070ની કિંમતની દારૂની 239 બોટલો પોટલામાંથી મળી આવી હતી. તેવી જ રીતે પાલ્લી ગામે ધાનપુર બાયપાસ હાઇવે ચોકડી પાસેથી ખંગેલા ગામના ડોળ ડુંગરી ફળિયાની 23 વર્ષિય કમળાબેન ખીમાભાઇ મેડાને પકડતાં તેની પાસેના પોટલામાંથી 29300ની દારૂની 230 બોટલો મળી આવી હતી.

લીમખેડાના શાશ્ત્રી ચોકમાં પકડાયેલી ખંગેલા ગામના ડોળ ડુંગરી ફળિયાની જ 25 વર્ષિય રાધીકાબેન રાકેશ મેડા પાસેના પોટલામાંથી પણ 31300ની દારૂની 240 બોટલો મળી આવી હતી. તેવી જ રીતે અહીંથી પકડવામાં આવેલી નાની ખરજની મનીષા ગોરધન માવી,મોટી ખરજની રેખા દીલીપ સંગાડા અને રાછરડા ગામની રમીલા રાજેશ પલાસ પાસેના પોટલાઓમાંથી પણ 25,480ની કિંમતની દારૂની 196 બોટલો મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...