દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયાનો વિપુલભાઇ શબ્બીરભાઇ સંગાડા તા.6 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે એક 17 વર્ષ 1 મહિનાની તરૂણીને ફોસલાવી પટાવી પ્રેમના પાઠ ભણાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો. આ બાબતની જાણ તરૂણીના પરિવારને થતાં બન્નેની શોધખોળ કરી હતી પરંતુ આજદિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી તરૂણીના પિતાએ વિપુલ શબ્બીર સંગાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ અને પોક્સે મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.