લીમખેડા તાલુકા ભાજપ દ્વારા આયોજિત બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનો સમાપન કાર્યક્રમ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.સાંસદે ભાજપના આગેવાન કાર્યકરોને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આવાસ કુવા બોર મોટર હેન્ડપંપ પૂરા પાડીને સંતોષ માનનારી પાર્ટી નથી. દેશના પ્રત્યેક નાગરિક પ્રગતિશીલ અને સમૃદ્ધ બને તે માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ મંત્ર આધારિત ભારતીય જનતા પાર્ટી દેશમાં કાર્ય કરી રહી છે.
દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના પ્રજ્વલિત રહે તે માટે ભાજપનો પ્રત્યેક કાર્યકર સતત પ્રયત્નશીલ રહે છે.આવનારા દિવસોમાં ભારતે પેટ્રોલ-ડીઝલ ઓઈલની આયાત ઉપર નિર્ભર રહેવું નહીં પડે તેનો સંપૂર્ણ શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા તેમની ટીમને ફાળે જાય છે.
ગુજરાતના 18 હજાર ગામોમાં સફળતાપૂર્વક વીજળીકરણ કરી પ્રજાને અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું કામ દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યું છે.સમગ્ર ભારતમાં ઘરે ઘરે ગેસ કનેક્શન શોચાલય નિર્માણ કરવાનું કાર્ય પણ વડાપ્રધાને સફળ બનાવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા પ્રસ્થાપિત કરી દેશમાં એકતા અને અખંડિતતા કાયમ રહે તેનું પ્રમાણ દર્શાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.