હુમલો:દાભડામાં અંગત અદાવતે 10ના ટોળાનો હથિયારો સાથે હુમલો

લીમખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો

લીમખેડા તાલુકાના દાભડા ગામના ભગત ફળિયામાં રહેતા પર્વતભાઈ વરસીંગભાઇ ગણાવા તથા પરિવારજનો ગુરુવારે ઘરે હાજર હતાં. તે દરમિયાન તેમના કુટુંબની રાજેશ નાથું ગણાવા, રમીલાબેન નાથું ગણાવા, રાજુ મથુર ગણાવા, નાથું મથુર ગણાવા, લીલાબેન રાજુ ગણાવા, બાબુ વિછીયાભાઈ બારીયા, મેનાબેન બાબુભાઈ બારીયા, મહેશ રામાભાઇ ડામોર રહે.વલુંડી, મથુર મગનભાઈ તડવી રહે ચૈડ્યા, લક્ષ્મણ મગનભાઈ તડવી રહે.ચૈડીયા સહિતના દસ વ્યક્તિઓનું ટોળું અગાઉના ઝગડાની અદાવત રાખી એક સંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડીઓ લઇ પર્વતભાઈ ગણાવાના ઘરે ધસી આવ્યું હતું.

ટોળાના માણસ હોય એ કિકિયારીઓ પાડી લાકડીઓથી હુમલો કરતા પર્વતભાઈ ગણાવાને માથામાં તથા અર્જુનભાઈ ગણાવાને ડાબા હાથના કાંડામાં વેસ્તીબેન ગણાવા તેમજ ધર્મેશભાઈ ગણાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ટોળું જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી નાસી ગયું હતું. હુમલાથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા.બનાવ સંદર્ભે પર્વતભાઈ ગણાવાની ફરિયાદ મુજબ લીમખેડા પોલીસે હુમલો કરનારા દસ વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...