વીડિયો વાયરલ:મંડેરમાં દૂધ સંજીવનીના પેકેટ રસ્તા ઉપર ફેંકાયા

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મંડેર માં દુધ સંજીવની યોજનાના પેકેટ જાહેર રસ્તા પર ફેંક વાની ઘટના સોશિયલ મિડીયા ઉપર વાયરલ થતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સીંગવડ તાલુકાના મંડેર ગામમાં દુધ સંજીવની યોજનાના પેકેટ જાહેર રસ્તા ઉપર ફેંકી દેવાની ઘટના સાથે માત્ર પખવાડીયાના સમયમાં દાહોદ જિલ્લામાં આવી દ્વિતિય ઘટના બનતા સરકારની દુધ સંજીવની યોજનાઓ ઉપર અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે. દાહોદ જિલ્લાના સોશિયલ મિડિયા ઉપર શુક્રવારના રોજ જાહેર રસ્તા ઉપર દુધ સંજીવનીના પાઉચ રઝડતા હોવાનો ફોટો તથા વિડીયો વાયરલ થયા હતા.

આ બાબતે દાહોદ ડીડીઓએ ગંભીર નોંધ લઇ તપાસની સુચના ફરમાવી હતી. ત્યારે નાયબ વિકાસ અધિકારી તથા પ્રોગ્રામ ઓફિસરની ટીમ, નાયબ કલેક્ટર, સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ સીંગવડના મંડેર ગામે દોડી ગયા હતા. અધિકારીઓ દ્વારા દુધના પેકેટ ફેંકાયા હોવાની વાસ્તવિક સ્થિતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક સરપંચ ગામના વાલી મિત્રો, આંગણવાડી વર્કર સહિતના અનેક લોકોની પુછપરછ કરવામાં આવી હતી. તેમજ તેઓના લેખિત નિવેદન મુજબ મંડેર ગામમાં જાહેર રસ્તા ઉપર કોઇ દુધના પેકેટ ફેંકાયા હોય તેવુ જણાઇ આવ્યું નથી. તેવુ આઇસીડીએસ વિભાગના સીડીપીઓ સીમાબેન ચૌધરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...