ફરિયાદ:બક્ષીપંચની વસ્તી વધુ છતાં માત્ર એક જ વોર્ડ ફાળવાતાં લોકોમાં રોષ

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુણધા પંચાયતની વોર્ડ રચનામાં ગેરરીતિની ફરિયાદ મામલતદાર કચેરીમાં કરી હતી. - Divya Bhaskar
કુણધા પંચાયતની વોર્ડ રચનામાં ગેરરીતિની ફરિયાદ મામલતદાર કચેરીમાં કરી હતી.
  • કુણધા ગ્રામ પંચાયતની વોર્ડ રચનામાં ગેરરીતિ આચરવામાં આવ્યાનો આક્ષેપ
  • સુધારો નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે કલેકટરને ફરિયાદ

કૂણધા પંચાયતમાં 2011ની વસ્તી પ્રમાણે વસ્તી 3841 છે. જેમાં જનરલ ઓબીસી 1641 તથા 1427 એસટી તેમજ 773 એસસી ની વસ્તી દર્શાવી છે. તાજેતરમાં જ કુણધા પંચાયતમાં 10 વોર્ડની રચના કરી છે. જેમાં ગ્રામજનો એ તલાટી તથા સરપંચ દ્વારા વોર્ડ 9 તથા 10માં બક્ષીપંચની મહત્તમ વસતી હોવા છતાં પણ અન્ય સમાજના મતદારોને બીજા વોર્ડમાંથી વોર્ડ 9 તથા 10 માં દર્શાવી વોર્ડ રચનામાં ગેરરીતિ આચરીનો આક્ષેપ કરતી ફરિયાદ કરી છે.

ગ્રામજનોએ વોર્ડ રચનામાં તટસ્થ તપાસ હાથ ધરી વસ્તીના આધાર પ્રમાણે રચના કરે તેવી માંગ કરી છે. તેમજ વોર્ડ રચનામાં ગેરરીતિ આચરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવું પણ ફરિયાદમાં જણાવાયું છે. વોર્ડ રચનામાં સુધારો નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની બક્ષીપંચ સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

એસસી સમાજની વસ્તીના આંકડા ખોટા
વોર્ડ રચના થઈ જેમાં મતદારોને કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા નથી. સરપંચ તથા તલાટી દ્વારા ગેરરીતિ આચરી વોર્ડ રચના કરી છે. કુણધા ગામ માં એસસી જ્ઞાતિની વસ્તી 2011 ની સ્થિતિએ 200 કરતાં પણ ઓછી છે. તેમ છતાં પણ 713 વસ્તી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...