કાર્યવાહી:ચીલાકોટાથી રૂ. 22 હજારના દારૂ સાથે એક ઝડપાયો, દાહોદ LCB સ્ટાફે કાર્યવાહી હાથ ધરી

લીમખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ LCB સ્ટાફના હરપાલસિંહ, મનહરભાઈ, દિનેશભાઈ, મુકેશભાઈ વિગેરે લીમખેડા તાલુકાના ચિલાકોટા વિસ્તારમાં પેટ્રોલિંગ ફરજ બજાવતા હતા.તે દરમિયાન ખાનગી રીતે બાતમી મળી હતી કે ચીલાકોટા નિશાળ ફળિયામાં રહેતા કનુ બાબુ તડવીના ઘરે ગેરકાયદેસર દારૂ વેચાણ કરવામાં આવે છે.જેથી LCB પોલીસે તપાસ હાથ ધરતા કનુ તડવી તેના ઘરમાંથી 22,400 રૂપિયાની કિંમતના 139 બોટલ ઇંગ્લિશ દારૂ તથા બીયરના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો. ​​​​​​

પોલીસની પૂછપરછમાં કનુ તડવીએ જણાવ્યું હતું કે તેનો પુત્ર કમલેશ ગોરાડી ફળિયામાં રહેતા દિલીપ ઉર્ફે દિલો ગોપાળ ભાભોર પાસેથી લાવ્યો હતો.LCB પોલીસની ફરિયાદ મુજબ લીમખેડા પોલીસે ગુનો નોંધી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો કનુ તડવીની ધરપકડ કરી હતી.તથા કમલેશ તડવી તેમજ દિલીપ ભાભોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...