રાજકારણ:રાષ્ટ્રીય પક્ષ સિવાયના ઉમેદવારોને 10 દરખાસ્ત કરનાર ટેકેદારો જરૂરી

લીમખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, કોંગ્રેસ સહિત 8 રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો માટે એક ટેકેદાર જરૂરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ વિવિધ રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં પણ ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી સહિતના પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી હોય તેવા પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્રમાં એક દરખાસ્ત કરનાર ટેકેદાર હોવો જરૂરી છે.જ્યારે તે સિવાયના કોઈપણ પક્ષના ઉમેદવારને પોતાના ઉમેદવારી પત્રમાં 10 દરખાસ્ત કરનાર ટેકેદારો જરૂરી છે.

ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP),ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC), બહુજન સમાજ પાર્ટી (BSP), ઓલ ઇન્ડિયા તુંણમૂલ કોંગ્રેસ (AITC), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કક્ષિસ્ટ (CPIM), નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP), નેશનલ પીપલ્સ પાર્ટી (NPP), સહિતના આઠ પક્ષોને રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...