કાર્યવાહી:દારૂમાં ફરાર મોટીઝરીનો નિલેશ પટેલ ઝડપાયો, ઘરમાંથી 48 હજારનો જથ્થો પકડાયો હતો

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ એસ.પી. બલરામ મીણા જીલ્લામા લુટ, ધાડ, ઘરફોડ ચોરીઓ, અપહરણ, બળાત્કાર, દારૂ/જુગારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપી હતી. જે અનુસંધાને લીમખેડા ડીવાયએસપી આર.બી.દેવધાએ આરોપીઓને શોધી કાઢવા માટે અલગ ટીમ બનાવી હતી. જેમાં પી.એસ.આઇ. એ.ડી.સોલંકી તથા ટીમના માણસોને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

જે અનુસંધાને બુધવારના રોજ લીમખેડા ડીવીઝનના પીપલોદ વિસ્તારમા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન દેવગઢ બારીઆ પોલીસ મથકમાં દાખલ દારૂના ગુનાનો આરોપી પોતાના રહેણાંક મકાનમાં રાખી ધંધો કરનાર મોટીઝરીનો નિલેશ રમેશ પટેલ તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં ટીમે આયોજનબધ્ધ તેને તેના ઘરથી દબોચી પાડ્યો હતો. દેવગઢ બારીઆ પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...