તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લીમખેડા હડફ નદીમાં નેપાળી શ્રમજીવીનું ડૂબી જતા મોત

લીમખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નેપાળના ઓલપાજુલ પંથકનો રહેવાસી 38 વર્ષીય અમરબહાદુર ધનબહાદુર બુઢા દાહોદની યાદગાર હોટલમાં રસોઈયા તરીકે મજૂરી કામ કરતો હતો. અમરબહાદુર સોમવારે કોઈક કામ અર્થે લીમખેડા આવ્યો હતો. લીમખેડા હડફ નદી કિનારે કોઈક કારણસર ગયો હતો. જ્યાં નદીના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. તેની સાથે કામ કરતા નેપાળના કેટલાક લોકો દાહોદમાં પણ કામ કરતા હોય તેઓના થકી અમર બહાદુર બુઢાની ઓળખ છતી થઇ હતી. લીમખેડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમરબહાદુર બુઢાનો મૃતદેહ તેના સાથીદારોને સુપરત કરતા મોડી સાંજે તેની અંતિમવિધિ લીમખેડાના પાલ્લી સ્મશાનમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો