તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગુમણી ગામની 13 વર્ષીય કિશોરી સાથે નરાધમનો દુષ્કર્મનો પ્રયાસ

લીમખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંજે ઘર પાસેથી કિશોરીનું અપહરણ કરી શાળામાં લઈ ગયો
 • કિશોરીએ ચીસો પાડી હાથે બચકું ભરતાં નરાધમ ભાગ્યો

લીમખેડા તાલુકાના ગુમણી ગામની 13 વર્ષીય કિશોરી સાંજે તેના ઘરની બહાર ઓટલા ઉપર બેઠી હતી. ત્યારે કિશોરીને એકલી જોઈ ગામના જ હિમત ગલા માવીના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો. હિંમતે કિશોરીના મોઢા ઉપર રૂમાલ દબાવી બદઈરાદે બળજબરીથી અપહરણ કરી તેને નજીકની શાળામાં લઈ ગયો હતો. જ્યાં નરાધમ હિંમત માવી કિશોરી સાથે બીભત્સ અડપલા કરવા લાગ્યો હતો. ત્યારે પોતાની આબરૂ બચાવવા કિશોરીએ હિંમત દાખવી ચીસાચીસ કરી નરાધમના ડાબા હાથે બચકું ભરી લીધું હતું.

દરમિયાન આજુબાજુના રહીશો તથા હિંમતની પત્ની અને કિશોરીના પરિવારજનો શાળામાં આવી જતા હિંમત કિશોરીને છોડી બાજુના ખેતરોમાં થઈ નાસી ગયો હતો. આ અંગે કિશોરીની માતાએ હિંમત વિરુદ્ધ લીમખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો