રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત અને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાતના આહ્વાન અંતર્ગત જૂની પેન્શન યોજના લાગુ કરવા 6 મે 2022નાં રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજાનાર ધરણાં કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના પ્રાથમિક, માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગના કુલ મળીને 2 હજારથી પણ વધારે કર્મચારી ભાઈ-બહેનો આ ધરણાં કાર્યક્રમમાં જોડાનાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દાહોદ જિલ્લાના સંયોજક બળવંતસિંહ ડાંગરની અધ્યક્ષતામાં ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 100 જેટલાં કાર્યકર્તા ભાઈ બહેનો જોડાયા હતા. તા-6 મે 2022નાં રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મુકામે યોજાનાર ધરણાં કાર્યક્રમના આયોજન સંદર્ભે આ ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજનનાં વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી નીતેશભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે દાહોદ જિલ્લાના વધુમાં વધુ કર્મચારી ભાઈ બહેનો ધરણાનાં કાર્યક્રમમાં જોડાય તે માટે દાહોદ જિલ્લા રાષ્ટ્રીય સંયુક્ત મોરચાનાં સંયોજક બળવંતસિંહ ડાંગર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું. આમ જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે જિલ્લમાં ઠેરઠેર દેખાવો અને ધરણાં પ્રદર્શન થઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.