લીમખેડા તાલુકાના ટુટાઘાટી ગામની સગીર યુવતીનું લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને બે સંતાનોના પિતા બળજબરી પૂર્વક અપહરણ કરીને નાસી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.લીમખેડા પોલીસે પોકસો એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના પોલિસીમળ ગામમાં રહેતા અને લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સલમાબેનના પતિ અને બે બાળકોના પિતા જયદીપ મંગુભાઈ મુનિયા ટુટાઘાટી ગામે ગત 1 એપ્રિલના રોજ રાત્રીના સમયે કરિયાણાની દુકાને ગયા હતા.ત્યારે દુકાનમાં સામાન આપવા બેઠેલી સગીરાને જોઈ જયપાલ મુનિયાએ તેની એકલતાનો લાભ લઇ સગીરાને પોતાની પત્ની બનાવવાના ઇરાદે બળજબરીપૂર્વક કરિયાણાની દુકાનમાંથી ખેંચી પોતાની ફોરવિલ ગાડીમાં નાખી અપહરણ કરી લઇ નાસી ગયો હતો.
સગીરાના પિતાએ પોતાની દીકરી પરત મેળવવા માટે જયપાલ મુનિયાના ઘરે જઈ તેના માતા-પિતાને જાણ કરતાં જયપાલના પિતા મંગુભાઈ મુનિયાએ છોકરા છોકરીને શોધી લાવી પરત આપી દેવાની વાત કરી હતી.પરંતુ સગીર દીકરી પરત નહીં મળતાં સગીરાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.લીમખેડા પોલીસે જયદીપ મુનીયા વિરુદ્ધ અપહરણ તથા પોકસો એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.