અંદાજપત્ર:લીમખેડા તાલુકા પંચાયતનું વર્ષ 2020 -21નું અંદાજપત્ર મંજૂર કરાયું

લીમખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ લતાબેન ભાભોરના અધ્યક્ષ સ્થાને શનિવારે યોજાઇ હતી. તાલુકા પંચાયતનું વર્ષ 2020 -21 નું 78.53 કરોડ રૂપિયાના ખર્ચ અંગેનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2020-21 માં નરેગા યોજના અંતર્ગત લેબર તથા મટીરીયલ્સ માટેના ખર્ચ અંગે 15.64 કરોડ રૂપિયાનું અંદાજપત્ર હિસાબી અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.જેને તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા દ્વારા બહાલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...