દાહોદ જિલ્લામાં પણ નવ તાલુકાઓમાં વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીમખેડા તાલુકામાં સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદે આદિવાસીઓનાં ગૌરવવંતા ઇતિહાસને યાદ કરી ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સાધન સહાય મંજૂરી પત્રો એનાયત કર્યા હતા. વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભાભોરે જણાવ્યું હતું કે વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કામાં રૂ.1 લાખ કરોડની ફાળવણી કરીને તેમણે આદિવાસી બંધુઓના વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 60 હજાર કરોડ ખર્ચીને અંબાજી થી ઉમરગામ સુધીનાં આદિવાસી વિસ્તારોમાં સર્વાગી વિકાસ કર્યો છે. કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તાલુકા પંચાયતના પ્રમુખ શર્માબેન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઇ ચૌહાણ, જિલ્લા પંચાયતનાં કૃષિસિંચાઇ સમિતિના ચેરમેન રમીલાબેન, પ્રાંત અધિકારી રાજ સુથાર, તાલુકા વિકાસ અધિકારી જીલ્લા પંચાયતના સદસ્યો ભાજપનાં હોદ્દેદારો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.