ફરિયાદ:લીમખેડામાં ધો.7ની છાત્રાનું લગ્નના ઇરાદે અપહરણ

લીમખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

લીમખેડા તાલુકા ની સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગત 10 જાન્યુ.ના રોજ ઘર નજીકની દુકાને કરિયાણાનો સામાન લેવા માટે ગઈ હતી. તે સમયે રીછવાણી ગામનો રાજેશ ઉર્ફે ભટુ વણકર તરુણીને પોતાની પત્ની બનાવવાના ઇરાદે લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામના અજય વણકરની મદદ અને મેળાપીપણામાં અપહરણ કરી લઈ નાસી ગયો હતો.

તરુણીની માતાને આ બાબતની જાણ થતાં તેણે પોતાની દીકરી પરત મેળવવા માટે અજય વણકરને જણાવતા અજય વણકરે તેઓને તમારે દાવાના પૈસા જોઈતા હોય તો લઈ લો પણ છોકરી પાછી નહીં મળે તેવું જણાવ્યું હતું. જેથી તરુણીની માતાએ રીછવાણીના રાજેશ ઉર્ફે ભટુ વણકર તથા પ્રતાપપુરા ગામના અજય વણકર વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...