તપાસ:મોટીવાવની સગીરાનું પત્ની બનાવવાના ઇરાદે અપહરણ

લીમખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મોટીવાવ ગામની સગીરા ગત 1 જૂનના રોજ ઘરમાં ખાટલો ઢાળીને સુતી હતી.તે દરમિયાન મોટીવાવ ગામના સેવનિયા ફળિયામાં રહેતો હસમુખ મહેશભાઈ ચૌહાણ રાત્રિના સમયે સગીરાને તેના વાલીપણા માંથી પટાવી ફોસલાવી પોતાની પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઇ નાસી ગયો હતો.

સગીરાના માતા-પિતાએ હસમુખ ચૌહાણના પરિવારજનોને પોતાની દીકરી પરત સુપરત કરવાની વાત કરી હતી.પરંતુ તેઓએ સગીરાને દીકરીને પરત નહીં આપતા આખરે સગીરાની માતાએ લીમખેડા પોલીસ મથકમાં હસમુખ મહેશભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...