લીમખેડા તાલુકાના વિસલંગા ગામના સગીર વિજયકુમાર માવી તથા સગીરા સંજનાબેન પરમાર વચ્ચે પ્રેમ સંબંધ થતાં બંને એ સાથે રહી લગ્ન કરી જીવન સંસારની મહેચ્છા બનાવી હતી. પરંતુ પ્રેમસંબંધ અને લગ્ન ને પરિવારજનો તરફથી મંજુરી મળી શકે તેમ નહીં હોવાથી બંનેમાં હતાશ થઈ જવા પામી હતી. એકબીજાના પ્રેમમાં વિજય માવી તથા સંજના પરમારની લગ્ન સંસારની ઇચ્છા પુરી થશે નહીં તેવું વિચારી બન્ને પ્રેમી-પંખીડા ગત 4 જૂનના રોજ વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા.
તેમજ સાથે જીવવા નહીં મળે તો સાથે મરી જવાની પ્રબળ ઈચ્છા સાથે બન્ને પ્રેમી-પંખીડા પટવાણ ગામના ઉમરીયા ડેમ ઉપર પહોંચ્યા હતા. બંને એ સાથે રહી ડેમના પાણીમાં છલાંગ લગાવી પોતાના જીવનનો અંત આણ્યો હતો. ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયા બાદ ત્રીજા દિવસે બંને પ્રેમીપંખીડાના મૃતદેહ ડેમના પાણીની સપાટી ઉપર તરતા જોવા મળી હતી.
બનાવની જાણ લીમખેડા પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી બંને પ્રેમી પંખીડાના મૃતદેહ ડેમના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. લીમખેડા પોલીસે CRPC કલમ 174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.