તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં ખુશાલી:સીંગવડ તાલુકામાં નહેરોમાં પાણી આવતાં 1800 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ

લીમખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કબુતરી ડેમના ડાબા તથા જમણા કાંઠાની નહેરમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે સિંચાઈનું પાણી છોડાયું હતું. - Divya Bhaskar
કબુતરી ડેમના ડાબા તથા જમણા કાંઠાની નહેરમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે સિંચાઈનું પાણી છોડાયું હતું.
  • કબૂતરી સિંચાઈ યોજનાની નહેરમાં સિંચાઈના પાણી મળતાં ખેડૂતોમાં ખુશી
  • ખેડૂતોએ સાંસદ જશવંતસિંહ ભાભોરને રજૂઆત કરી હતી

સીંગવડ તાલુકાના ખેડૂતોએ મોસમ આધારિત પાક માટે કબુતરી સિંચાઈ યોજનાની નહેરોમાં પાણી છોડવા બાબતે સાંસદ જશવંતસિંહ ભાભોરને રજૂઆત કરી હતી.સાંસદ દ્વારા સિંચાઈ વિભાગમાં પ્રજાજનોની રજૂઆતને યોગ્ય ન્યાય મળે તે માટે સફળ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.ગુરુવારે કબૂતરી સિંચાઈ યોજનાની ડાબાકાંઠા તથા જમણા કાંઠાની નહેરમાં સિંચાઇનું પાણી સાંસદ જશવંતસિંહ ભાભોર તાલુકા પંચાયતના પદાધિકારીઓ અનેક ગામના સરપંચો કબુતરી ડેમના અધિકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં ડેમ ઉપરથી વાલ્વ ખોલી જમણા કાંઠા તથા ડાબા કાંઠાની નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું

.નહેરમાં પાણી આવતા 1800 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ પ્રાપ્ત થશે જેથી લાભાર્થી ખેડૂતોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.

અન્ય સમાચારો પણ છે...