ભાસ્કર વિશેષ:શ્રદ્ધાંજલિ સભામાં મૃતકના પરિવારનો પ્રતિવ ર્ષ પાંચ અનાથ બાળકોને આજીવન શિક્ષણ સહાયનો સંકલ્પ

લીમખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુણ્યતિથિના દિવસે ઘરે 11 વૃક્ષો તથા વિસ્તારમાં 100 વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો

દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઈ સબુરભાઇ ચૌહાણ પરિવારના કુળદીપક મનોજકુમાર હિંમતભાઇ ચૌહાણનું બીએસસી સ્નાતકની ડિગ્રી બાદ ટૂંકી માંદગીમાં ગત 31 મે, ના રોજ અકાળે અવસાન થતાં સમગ્ર ચૌહાણ પરિવાર શોકમગ્ન બન્યું છે. સ્વ.મનોજકુમાર ચૌહાણના સ્મરણાર્થે ગુરુવારે શ્રધ્ધાંજલી પ્રાર્થના સભા વિજય હોટલના સભાખંડમાં યોજાઈ હતી.

પરિવારજનો દ્વારા દિવંગત આત્માના સ્મરણાર્થે પ્રતિવર્ષ પાંચ અનાથ બાળકોને આજીવન શિક્ષણ સહાયનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત પ્રત્યેક પુણ્યતિથિના દિવસે ઘર પ્રાંગણમાં 11 વૃક્ષોનું વાવેતર તથા જિલ્લાના વિવિધ વિસ્તારમાં 100 ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પરિવારના મોભી અને દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ વ્યસન ફેશન મુક્ત સમાજની મહત્વકાંક્ષા ધરાવતા હોવાથી શ્રદ્ધાંજલિ સભામાં સરગમ ગ્રૂપ ગોધરા દ્વારા વ્યસનથી દૂર રહેવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિ સભામાં સંતો મહંતો રાજકીય-સામાજિક આગેવાનો સગા સ્નેહીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...