ચોરી:લીમખેડામાં એક જ રાતમાં બે ઘરના તાળા તુટતાં ખળભળાટ

લીમખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બંધ ઘરમાંથી 48 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી

દાહોદ જિલ્લાના લીમખેડા નગરની ચિત્રવિલા સોસાયટીમાં એક જ રાતમાં બે ઘરના તાળા તુટતાં નગરજનોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. બંને ઘરમાંથી તસ્કરો 48 હજાર રૂપિયા ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં દાહોદ રોડ ઉપર આવેલી ચિત્રવિલા સોસાયટીમાં રહેતા સંદીપભાઇ પ્રકાશભાઇ ગુર્જરનું ઘર બંધ હોવાનો લાભ લઇને તસ્કરોએ રાતના સમયે તાળા તોડીને પ્રવેશ કર્યો હતો.

ઘરનો તમામ સામાન વેરવીખેર કરીને તસ્કરો તીજોરી તોડીને તેમાંથી બે જોડ ચાંદીના છડા, ચાંદીનો કંદોરો, બે જોડ સોનાના ઝુમ્મર, સોનાની ચેન, ચાંદીનું ભોરિયુ, ચાંદીના જુના સિક્કા, ચાંદીની ગણેશ ભગવાનની મૂર્તિ, ચાંદીની લક્ષ્મી માતાની મૂર્તિ, સોનાની કાનશેર અને રોકડા રૂપિયા 13,500ની ચોરી કરી ગયા હતાં. તસ્કરોએ આ સોસાયટીમાં જ રહેતાં નરેશભાઇ પ્રતાપભાઇ કટારાના ઘરને પણ નીશાન બનાવીને ત્યાંથી ચાંદીના છડા અને મોબાઇલની ચોરી કરી હતી. બંને સ્થળેથી 48300 રૂપિયાના મુદ્દામાલની ચોરી અંગે લીમખેડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...