તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:લીમખેડામાં પતિએ 3 મહિનાથી ગોંધી રાખેલી પત્નીને મુક્ત કરાવી

લીમખેડા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિ અન્ય યુવતીને લાવ્યા બાદ પ્રથમ પત્નીને ત્રાસ આપતો હતો
  • પરિણીતાની હાલત નાજુક હોવાથી સારવાર માટે ખસેડાઇ

લીમખેડાના રીંકેશ પ્રેમચંદભાઈ જાદવના લગ્ન માર્કેટ યાર્ડ સામે રહેતી સોનલબેન બારીયા સાથે વર્ષ 2009 માં થયા હતા. બંનેના સુખી સાંસારિક જીવનમાં એક પુત્રી તથા એક પુત્ર મળી બે સંતાનનો વસ્તાર છે. પરંતુ સુખી સંસારમાં એક વર્ષ પૂર્વે દુધિયા ગામની અન્ય એક યુવતીએ દખલગીરી કરતા સુખી સંસારમાં તીરાડ પડી હતી. જેનો ભોગ બનેલી રિંકેશની પ્રથમ પત્ની સોનલ જાદવને અનેક યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણેક માસથી રીંકેશ જાદવે તેની પ્રેમિકા તથા પરિવારની ચઢામણીમાં આવી પત્નિ સોનલને ઘરના એક રૂમમાં ગોંધી રાખી હતી.

તેને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ આપવામાં આવતો ન હતો તેની પાસેથી મોબાઇલ ફોન પણ આંચકી લેવામાં આવ્યો હતો. બંધિયાર રૂમમાં ગોંધી રખાયેલી સોનલની શારીરિક સ્થિતિ અત્યંત કફોડી થઇ ગઇ હતી પરંતુ તેણે હિંમત દાખવી મહામુસીબતે પોતાની સ્થિતિની જાણ તેના પિયરજનો સુઘી પહોચાડી હતી.ત્યારે પિયરજનોએ રીંકેશ જાદવના ઘરે આવી ઝઘડો તકરાર કરી સોનલને રીંકેશની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. ત્રણ માસથી ગોંધી રખાયેલી સોનલની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...