દંડ:લીમખેડામાં માસ્ક વિના ફરતી 36 વ્યક્તિઓ દંડાઇ

લીમખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા મામલતદાર તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગુરુવારે શાસ્ત્રીચોકમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 32 જેટલા લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા હતા.જે તમામ પાસેથી 7200 રૂપિયાનો દંડ સ્થળ ઉપરજ વસૂલ કરવામાં આવ્યો હતો. લીમખેડા નગરમાં લોક ડાઉન દરમિયાન કુલ 93 વ્યક્તિઓ માસ્ક પહેર્યા વિના ઝડપાતા તમામ પાસેથી 19650 રૂપિયાનો દંડ લીમખેડા મામલતદાર દ્વારા વસૂલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...