તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:દાહોદનાં લીમખેડા અને સીંગવડના રસ્તાના કામ માટે રૂ. 13 કરોડ મંજૂર

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત દાહોદનાં લીમખેડા અને સીંગવડ તાલુકાના રસ્તાના કામ માટે રૂ.13 કરોડ મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ વિવિધ ગામોના કાચા રસ્તાઓને પાકા ડામરના બનાવવામાં આવશે અને અંતરિયાળ ગામોને નવા ડામરના પાકા રસ્તા મળશે.

નાયબ મુખ્યમંત્રીએ પાકા રસ્તા બનાવવા માટે રૂ. 13 કરોડ મંજૂર કર્યા છે તેમાં લીમખેડા અને સીંગવડ તાલુકાના ગામોમાં 15 જેટલાં ડામરના પાકા રસ્તા બનશે.

આ રસ્તાઓમાં પરમારના ખાખરીયા મેઇન પાકા રસ્તાથી ઉમરી ફળીયા જતો રસ્તો, પ્રતાપપુરા ગામે પાણીયા અંતેલા રોડથી આશ્રમશાળા થઇ પંચેલા તાલુકા બોર્ડર રોડ, ખીરખાઇ મુખ્ય પ્રાથમિક શાળાથી બીલીયાધરા થઇને ડુંગર ફળીયાને જોડતો રસ્તો, ગોરીયા ઘાટા ફાળીયા ડામર રસ્તાથી બીલવાળ ફળીયા સુધી ડામર રોડનું કામ, વાલગોટ કન્હાર ફળીયા રોડ, છાપરી પ્રાથમિક શાળા રોડથી બારીયા ફળીયા રોડ, જામદરા ડામરથી મછેલાઇ વણકરવાસ રોડ, સરજુમી ગામે રંધીકપુર રસ્તાથી પ્રાથમિક શાળા સુધી રોડ, બારેલા ગામે નિશાળ ફળીયાથી બળીયાદેવ ઘાટી ફળીયા રોડ, વડેલા ડામર રોડથી માળી ફળીયા પ્રાથમિક શાળા રોડ, દાંતીયા હાઇવેથી માવી ફળીયા પ્રાથમિક શાળા રોડ, જુના વડીયા હાઇવેથી પ્રાથમિક શાળા તરફ જતો રોડ, અગારા ગામે પટલ ફળીયાથી ચૌહાળ ફળીયા સુધીનો રોડ, અગારા ગામે ખાખરીયા રસ્તાથી વેડ ફળીયા સુધીનો રસ્તો તેમજ અંધારી કુણધા રોડનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...