તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:માનલીના શિક્ષક ઉપર ખેડૂત તથા તેની બે પત્નીઓનો હુમલો

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષકનો મોબાઈલ ઝૂંટવી જમીન ઉપર પછાડી તોડ્યો
  • શિક્ષકને જાનથી મારી નાખવાની ધમકી : ત્રણ વિરુદ્ધ ફરિયાદ

ગતમંગળવારે લીમખેડા તાલુકાના માંનલી ગામની મુખ્ય શાળાના શિક્ષક મનહરભાઇ પારસીંગભાઈ પટેલ પોતાના ઘરેથી બાઈક ઉપર શાળામાં ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન શાળાની નજીકમાં રહેતા ફતેસિંગ જોખનાભાઈ સુથાર તથા તેની બે પત્નીઓ મંગીબેન તેમજ કંપાબેન સુથારે રસ્તામાં આવી શિક્ષક મનહરભાઇની બાઈક ઊભી રખાવી હતી.

ત્રણેયે શિક્ષકને તે જમીન માટે પંચ કેમ ભેગી કરી છે. અમારા ખેતરમાં રસ્તો કેમ કાઢ્યો.અમારા ખેતરમાં પથ્થર કેમ રોપિયા તેવું જણાવી બિભત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર મારી શિક્ષકનો શર્ટ ફાડી નાખ્યો હતો.તેઓએ શિક્ષક મનહરભાઈ પટેલના ખીસ્સામાંથી મોબાઈલ ઝૂંટવી જમીન પર પછાડી તોડી નાખ્યો હતો. તેમજ અમારા ઘર આગળના રસ્તા ઉપરથી નીકળશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી ઉચ્ચારી પથ્થર મારતા મનહરભાઇ પટેલના જમણા પગની એડીમાં ગંભીર ઇજા થઇ હતી. બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...