તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:લીમખેડા પંચમુખી હનુમાન મંદિરે 1.51 લાખ જેટલાં પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના

લીમખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિવલિંગની પૂર્ણાહુતિ સાથે મહા આરતી તથા મહાપ્રસાદી યોજાઇ. - Divya Bhaskar
શિવલિંગની પૂર્ણાહુતિ સાથે મહા આરતી તથા મહાપ્રસાદી યોજાઇ.
  • સાંસદ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો દ્વારા અભિષેક કરવામાં આવ્યાં
  • સુરેશજી મહારાજ તથા ભક્તોના સહયોગથી સ્થાપના કરાઇ

શ્રાવણ માસ અંતર્ગત લીમખેડાના હાઇવે ઉપરના પાલ્લી સ્થિત પંચમુખી હનુમાન મંદિરે મહંત સુરેશજી મહારાજ તથા ભક્ત સમુદાયના સહયોગથી 1 લાખ 51 હજાર પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ દરરોજ નિયમિત પાર્થેશ્વર શિવલિંગના અભિષેક પણ કરવામાં આવ્યા હતા.

સોમવતી અમાવસ તથા શ્રાવણ માસના અંતિમ દિવસે મંદિરના મહંત સુરેશજી મહારાજ તથા વિદ્વાન શાસ્ત્રીઓના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્ત સમુદાય દ્વારા શ્રદ્ધા-ભક્તિ સાથે પાર્થેશ્વર શિવલિંગની પૂર્ણાહુતિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી તથા મહાપ્રસાદી યોજવામાં આવી હતી. જેનો ઉપસ્થિત ભક્તજનોએ લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...